ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
ટાટા નેક્સોન ઈવી
આપણી યાદીમાં સૌ પ્રથમ નામ છે ટાટા નેક્સોન ઈવી ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં સૌને પછાડીને આગળ રહેનારી આ કાર ની કિંમત 14.99 લાખથી શરૂ થાય છે અને સિંગલ ચાર્જમાં 312 કિલોમીટર ની રેન્જ આપે છે. આ કાર ની બેટરીમાં આઠ વર્ષની વોરંટી આવે છે
ટાટા ટીગોર ઈવી
બીજા નંબર ઉપર પણ ટાટા કંપનીની જ ટાટા ટીગોર આવે છે. જેની પ્રાઈઝ 12.24 લાખ થી શરૂ થાય છે આ કારની માઇલેજ સિંગલ ચાર્જ પર 306 કિલોમીટરની છે. સપ્ટેમ્બર 2022 માં એટલે કે એક જ મહિનામાં ટાટા કંપનીએ 808 યુનિટ આ કારના વેચ્યા હતા.
MG ZS EV
ત્રીજા નંબર ઉપર છે એમ.જી મોટર ઇન્ડિયા ની એમજી જેડએસ ઈવી મોડલ. સિંગલ ચાર્જમાં આ કાર 460 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કારની પ્રાઈઝ 22.58 લાખ છે. આ કારને ફુલ ચાર્જ કરતા આઠ થી નવ કલાક થાય છે.
Hyundai Kona ઇલેક્ટ્રીક
ચોથા નંબર ઉપર છે સાઉથ કોરિયાની કાર મેકિંગ કંપની hyundai ની Kona electric. સિંગલ ચાર્જ પર આ કાર 452 કિલોમીટર સુધી ચાલી શકે છે કારની પ્રાઈઝ ની વાત કરીએ તો 23.84 લાખ થી શરૂ થાય છે.
બી વાય ડી e6
પાંચમા ક્રમે છે ચાઇનાની બી વાય ડી કંપનીની e6 મોડલ.
સિંગલ ચાર્જમાં આકાર 409 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કાર ની કિંમત 29.15 લાખ થી શરૂ થાય છે.